Hymn No. 5897 | Date: 08-Aug-1995
|
|
Text Size |
 |
 |
તૈયાર બેઠી છે તું, તૈયાર બેઠી છે જગમાં રે માડી, તું તો તૈયાર બેઠી છે કર્યા ગુના કે કર્યા તોફાનો રે જીવનમાં, દેવા શિક્ષા તો એની, તું તૈયાર બેઠી છે અસહાય કરે હૈયેથી, પુકાર જ્યાં તારી સહાયની, દેવા સહાય એને, તું તૈયાર બેઠી છે જગ પર નજર સદા છે તો તારી, કરવા ન્યાય તો કર્મોના તો, તું તૈયાર બેઠી છે છે સદા જગની તો તું ઉદ્ધારક, કરવાને ઊદ્ધાર તો તું, તૈયાર બેઠી છે જ્ઞાન ભૂખ્યા જીવોને જીવનમાં તો,આપવા જ્ઞાન સદા તો તું તૈયાર બેઠી છે અન્ન ભૂખ્યા જીવોને જગમાં આપવાને, અન્ન બની અન્નપૂર્ણા તું તૈયાર બેઠી છે સમયની દોરીથી બાંધી સમયમાં, ખેંચવા દોરી રે એની તો તું તૈયાર બેઠી છે કરી પાર મુસીબતોને પહોંચે વિશ્વાસે જે પાસે તારી, ગળે લગાડવા એને, તું તૈયાર બેઠી છે આવે જ્યાં ધામમાં એ તારા, દેવા બધું તું તારું, આપવા એને, તું તૈયાર બેઠી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|