આવી ગયાં જગમાં કંઈક તો જીવો, પહેલો આવનાર તો તું નથી
જશે જગમાંથી કંઈક તો જીવો, છેલ્લો જનાર તો કંઈ તું નથી
ચાલી રહી છે પરંપરા તો આ જગમાં, તારાથી એ તો તૂટવાની નથી
ખેડયા છે ને ખેડાયા છે ઊંડાણ કંઈક એવા, હવે તારે ખેડવાની જરૂર નથી
રહ્યો બેસમજ તો અત્યાર સુધી, બેસમજ રહેવાની હવે જરૂર નથી
છે જગ તો નિશાળ રે પ્રભુની, શિક્ષણ પૂરું કર્યા વિના છૂટકો નથી
કર શિક્ષણ પૂરું તો આ જીવનમાં, વારેઘડીએ આવવાની જરૂર નથી
જગના નાથને સોંપી જ્યાં ચિંતા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી
હોય મેલા તો કપડાં જેના, બીક કપડા મેલા થવાની જરૂર નથી
હોય ના ઉતાવળ પ્રભુને મળવાની, આળસ છોડવાની એણે જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)