માગ્યું દે જીવનમાં તો બધું જે મને, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
હિત સદા જે મારું તો જોતાં રહે રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
સૂકા હૈયાને પ્રેમથી જે સદા ભીંજવી દે રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
હરપળે મને જે સદા સાચવી લે છે રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
ભરી દીધું હૈયામાં બધું, ના કમી આવવા દે રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
હરક્ષણે કરે જે મને તો સદા યાદ રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
ઉતારી શકું થાક જીવનનો જેના ચરણમાં રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
કરી ને મેળવી શકું અનહદ પ્યાર રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
સમજણ છોડી, સમજણ જગની મેળવી શકું રે, પ્રભુ વિના રે, બીજું એને તો શું કહું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)