જનમો-જનમ, પ્રભુ તમે કંથ છો મારા, છું હું તો તમારા ચરણની દાસી
શક્તિ સ્વરૂપે રહી તમારી સાથે, અપનાવી ને લીધી મને તો સમાવી
શિવસ્વરૂપ ધર્યું જ્યાં તમે રે પ્રભુ, બની પાર્વતી હું તો તમારી
જગકલ્યાણના ધ્યાનમાં બન્યા તમે ધ્યાની, અરે ઓ મારા કૈલાસવાસી
વિષ્ણુસ્વરૂપે પાલનકર્તા બન્યા તમે રે પ્રભુ, લક્ષ્મીરૂપ બની તમારી હું દાસી
જગધ્યાનમાં વ્યસ્ત રહ્યા તમે રે પ્રભુ, અરે ઓ મારા શેષશૈયા નિવાસી
રામાવતાર ધર્યો જ્યારે તમે રે પ્રભુ, બની ત્યાં તો હું મિથિલાકુમારી
બની વનવાસી ઘૂમ્યા વન-વન સાથે, અરે ઓ મારા ધનુર્ધારી
રાધા સ્વરૂપે વ્રજની ગલી ગલી ઘૂમી, વાગી વાંસળી તો તમારી
ભૂમિ પરનો ભાર ઉતાર્યો તમે, અરે ઓ મારા ચક્રધારી
મીરાં સ્વરૂપે વરી મૂર્તિને તમારી, અરે ઓ મારા રણછોડરાયજી
પ્રેમ દીવાની તો હું કહેવાણી, છું હું તો જનમ-જનમની તમારી દાસી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)