રહી છે મુસીબતો તો જીવનમાં જ્યાં, એક પછી તો એક આવતી
ભૂલું એમાંથી કેટલી, કહું એમાંથી તને તો કેટલી, રે માડી
થાયે ના થાયે સહન, પણ છે એ તો મારા જ કર્મોની કહાની
કદી એ ખમીર તોડાવતી, તો કદી ખમીર એ તો જગાવતી - ભૂલું...
કદી તો નિરાશા જગાવતી, તો કદી હૈયાને જાતી હચમચાવી - ભૂલું...
રહી એ જીવનને હચમચાવતી, ને જીવનનો સાર સમજાવતી - ભૂલું...
જીવનમાં પળેપળની કિંમત એ તો રહી કરાવતી - ભૂલું...
જાય જ્યાંથી એકવાર, ફરી પાછો સમય સાધી એ તો આવતી - ભૂલું...
સાથે ભલે એ આવતી, દેજે હિંમત ભરી, હિંમત જોજે ના તોડાવતી - ભૂલું...
ઝૂકું હું તો માતા તારી સામે, જોજે એની સામે ના ઝુકાવતી - ભૂલું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)