કોઈ મજબૂરીના મણકા ફેરવે, ફેરવે કોઈ પોતાની હોશિયારીના રે
રહ્યા છે ફેરવતા તો સહુ, મણકા એમાં તો પોતાના સ્વાર્થના રે
સાધવા છે સહુએ તો સ્વાર્થ પોતાના, ફેરવીને મણકા નિઃસ્વાર્થના રે
રહ્યા છે ફેરવતા તો સહુ, રાખી તકેદારી તો પોતાના દેખાવના રે
કરે વખાણ જ્યાં અન્યના રે, ચૂકે ના ફેરવવા મણકા એમાં સ્વાર્થના રે
કરે મદદ જ્યાં અન્યને રે, રહે ફરતા રે મણકા, છુપા સ્વાર્થના રે
રડે સહુ દુઃખ પોતાના રે, ફેરવતા રહે મણકા એમાં છુપા સ્વાર્થના રે
છૂટી નથી આદત તો આ જીવનની રે, ફેરવે માળા પ્રભુની, છુપા સ્વાર્થમાં રે
દે દિલાસા એ જ્યાં અન્યને રે, છુપાવી પોતાના હૈયાના સ્વાર્થને રે
મૂલવે પ્રભુભક્તિને ભી રે, ફેરવીને મણકા તો છુપા સ્વાર્થના રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)