આવી ઘડી લેવાનો નિર્ણય જીવનમાં, નિર્ણય લેવા ત્યાં ચૂકી ગયાં
ઉકેલી ના શક્યા મૂંઝવણો ત્યાં તો, ત્યાં ને ત્યાં તો રહી ગયાં
પરિણામોના તો ગભરાટમાં, નિર્ણય મુલત્વી તો રાખી રહ્યા
પરિસ્થિતિનો કયાસ ના કાઢી શક્યા, નિર્ણયને તો ખેંચી રહ્યા
વૃત્તિ સામના ટાળવાની તો વધી, સામનાની શક્તિ ઘટાડતાં ગયાં
ચાહત હતી તો જે રાહની, બની મજબૂર, રાહ જુદી અપનાવી રહ્યા
ઇચ્છાઓના ગૂંચળા તો વધતા રહ્યા, મજબૂર વધુ ને વધુ બનતાં ગયાં
સમજાયું તો જ્યાં સાચું, ખેંચાયા બીજે, ખેંચાતા ને ખેંચાતા રહ્યા
વિશ્વાસને સાથમાં ના રાખ્યો, નિર્ણયો તો જીવનમાં બદલાતાં રહ્યા
નિર્ણયો રહ્યા બદલાતા, અણસાર જીવનમાં એના મળતાં ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)