મુક્તિ એ કાંઈ સપનું નથી, ઉચ્ચ ધ્યેય વિના બીજું એ કાંઈ હોતું નથી
પ્રિય લાગી બેડી જેને જીવનમાં, એને તો એ કાંઈ મળતું નથી
ત્યાગ ને શહીદીની રાહ પર ચાલ્યા વિના, એ તો કોઈને વરતું નથી
જીવનનું શિરમોર શિખર એ છે, પામ્યા વિના જીવન શોભતું નથી
ઊંડે-ઊંડે ઝંખના એની, એની તરફ લઈ ગયા વિના એ રહેતું નથી
નોંધ્યા ઇતિહાસે એનાં નામો, બીજાં નામોની તો હસ્તી રહી નથી
ઢીલાપણું કે કાયરતા, પામવા એને તો કામ લાગવાની નથી
ચાલ્યા રાહ પર જ્યાં એની, ઓછું એમાં તો કાંઈ ખપવાનું નથી
કારાવાસ એ કારાવાસ રહે, મુક્તિના શ્વાસ એમાં મળતા નથી
અન્યની મરજી જ્યાં રાજ કરે, ત્યાં તારી મરજીની કોઈ કિંમત નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)