Hymn No. 3137 | Date: 08-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-08
1991-04-08
1991-04-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14126
સરળને સરળ છે હૈયું તો મારું રે પ્રભુ, તારી વાંકી ચાલમાં ના એને અટવાવી દેતો
સરળને સરળ છે હૈયું તો મારું રે પ્રભુ, તારી વાંકી ચાલમાં ના એને અટવાવી દેતો સોંપ્યું છે જ્યાં તારા હાથમાં રે પ્રભુ, જોજે કસોટી કરવા એની ના તું દોડી જાતો સાચવી સાચવીને રાખ્યું છે એને રે પ્રભુ, જોજે માયાનો પંજો એના પર પડવા ના દેતો આનંદ ને આનંદમાં રહેશે તારી સાથમાં રે પ્રભુ, જોજે આનંદ એનો છૂટવા ના દેતો હર સમયે હરપળે રાહબર બની એના રહેજો પ્રભુ, જોજે શંકા કુશંકા વાદળ ઘેરાવા ના દેતો છે નાજુક એ તો, સંભાળજે એને રે પ્રભુ, જોજે જીવનના હર તોફાનમાં એને તૂટવા ના દેતો તારી શક્તિને શક્તિમાં તરવા દેજે રે એને, જોજે માયા એને અડવા ના દેતો કસર હોય જો એમાં લેજે સુધારી, જોજે એને તારેથી દૂર હડસેલી ના દેતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saralane sarala che haiyu to maaru re prabhu, taari vanki chalamam na ene atavavi deto
sompyum che jya taara haath maa re prabhu, joje kasoti karva eni na tu dodi jaato
sachavi sachavine rakhyu che na ene re prabhu detoje an mayano pad
ne aanand maa raheshe taari sathamam re prabhu, joje aanand eno chhutava na deto
haar samaye har pale raahabar bani ena rahejo prabhu, joje shanka kushanka vadala gherava na deto
che najuka e to, sambhalaje na ene re prabhu,
enara jiv tarava deje re ene, joje maya ene adava na deto
kasara hoy jo ema leje sudhari, joje ene tarethi dur hadaseli na deto
|
|