|
View Original |
|
છે ખેલ તો આવનજાવનના, જીવનમાં તો ચાલુ ને ચાલુ રે
કંઈક તો આવતા રહે, તો કંઈક તો જાતાં રહે (2)
જગમાં તો જીવોની આવનજાવન તો ચાલુ ને ચાલુ છે - કંઈક...
જીવનમાં તો વિચારોની આવન ને જાવન તો ચાલુ ને ચાલુ છે - કંઈક...
સુખદુઃખની આવનજાવન તો જીવનમાં ચાલુ ને ચાલુ છે - કંઈક...
પાપપુણ્યની આવન ને જાવન, જીવનમાં ચાલુ ને ચાલુ જ છે - કંઈક...
લાગણીઓનાં પૂરની આવન ને જાવન જીવનમાં તો ચાલુ ને ચાલુ જ છે - કંઈક...
દિવસોની તો આવન ને જાવન તો જીવનમાં ચાલુ ને ચાલુ જ છે - કંઈક...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)