હતું તો પાસે જેવું ને જે, દઈ તમને દીધું, બધું રે પ્રભુ
હવે સતાવો છો મને શાને, નથી પાસે, તમારા વિના કાંઈ બીજું
હતું પાસે તો જ્યારે, રહ્યો હતો અહંમાં ફુલાતો ને ફુલાતો ત્યારે
દઈ દીધું છે હવે બધું તો જ્યારે, સતાવો છો હવે તો શાને
રહ્યો છું ભૂંસી યાદો એની, અપાવો છો યાદો હવે એની શાને
ભૂલી રહ્યો છું જ્યાં ભાન મારું, ભાન મારું ઊભું કરાવો છો શાને
જોડું છું જ્યાં ચિત્તને તો તમારામાં, લગાડો છો એને બીજે રે શાને
છોડી છે જ્યાં જગની રે માયા, જગની માયામાં મને, ફસાવો છો શાને
કરું જ્યાં તૈયારી તો થોડી, તૈયારી બધી છોડાવો છો તમે શાને
છું જ્યાં હું તો તમારો, અપનાવવા વાર લગાડો છો તમે શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)