આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે (2)
પ્રભુ તમે તો છો મંઝિલ મારી, આ ફેરાને તો, છેલ્લો ફેરો કરવો છે
મોહ-માયા-મમતાને દઈને ત્યાગી, બનીને પ્રભુ તારો સાચો અનુરાગી - આ ફેરાને...
માનવ જનમની પ્રભુ, દીધી છે ત્યાં તો સીડી - આ ફેરાને…
કામ-ક્રોધને દઈને નાથી, લોભ-લાલચને દઈને મિટાવી - આ ફેરાને...
તન-મનનું ભાન દઈશ ભુલાવી, તારું ભાન દઈશ હૈયે જગાવી - આ ફેરાને...
ઇચ્છા બધી દઈશ ત્યાગી, તુજ દર્શનની ઇચ્છા હૈયે દઈશ સ્થાપી - આ ફેરાને...
કરીશ કર્મને તો સમજી-સમજી, ના દઈશ ફળની આશા એમાં જોડી - આ ફેરાને...
ડર હૈયેથી દઈશ બધો હટાવી, શ્રદ્ધાનો દીપક દઈશ હૈયે તો જલાવી - આ ફેરાને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)