Hymn No. 3150 | Date: 14-Apr-1991
|
|
Text Size |
 |
 |
અમને ના ગમે, ના ગમે, ના ગમે રે પ્રભુ (2)
Amane Na Game,Na Game, Na Game Re Prabhu
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
અમને ના ગમે, ના ગમે, ના ગમે રે પ્રભુ (2) રીતો અવળી તમારી, અમને ના ગમે, ના ગમે રે ચાહીએ શાંતિ અમે, કરો અશાંતિ ઊભી, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે માંગીએ દર્શન તમારા, રહો છુપાતા તમે, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે કરી કસોટી અમારી, માપો શક્તિ અમારી, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે જોડીએ ચિત્ત તમારામાં, તમે અમને ભમાવો, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે છોડવી માયા અમારે, નાંખો પાછા એમાં અમને, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે છો શક્તિશાળી તમે, ના માપો એવી રીતે અમને, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે પુકારીએ જ્યાં અમે, સાદ ના આપો જ્યાં તમે, અમને ના ગમે, ના ગમે, ના ગમે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|