મનમાં રહેજે રે તું, ચિત્તમાં રહેજે રે તું, હરકાર્યમાં સાથમાં રહેજે રે તું
સ્વીકારજે રે પ્રભુ, સ્વીકારજે, મારી આ વિનંતી તો તું
કરતો રહું કાર્ય બધું, કર્તાપણું છોડું, ના વિમુખ તારાથી તો રહું
યાદ તને કરું કે તને હું તો ભૂલું, યાદ કરતા રહો છો મને રે તું
સુખમાં રહું કે હું દુઃખમાં પડું, તને કદી તો ના હું વીસરું
તોફાનમાં ભી તો સ્થિર રહું, વિચલિત ના કદી હું તો બનું
પાપથી તો હું બચતો રહું, પુણ્યપથ પર તો હું ચાલતો રહું
સહુને હું અપનાવતો રહું, તારું સ્વરૂપ સહુને તો ગણતો રહું
તારા રૂપને હૈયે તો પધરાવતો રહું, તારા ગુણમાં મસ્ત બનતો રહું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)