Hymn No. 3201 | Date: 16-May-1991
|
|
Text Size |
 |
 |
તું તો દેખાતી નથી, તું બોલતી નથી, તું કાંઈ કહેતી નથી
Tu To Dekhati Nathi, Tu Bolati Nathi,Tu Kai Kaheti Nathi
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
તું તો દેખાતી નથી, તું બોલતી નથી, તું કાંઈ કહેતી નથી રે માડી, તોયે તું તો, તોયે તું તો, મારી તો, છે, છે ને છે તું ક્યાંય જાતી નથી, ક્યાંય આવતી નથી, કાર્ય મારું કર્યા વિના રહેતી નથી - રે... કૃપા તારી દેખાતી નથી, દયા તારી સમજાતી નથી, નજર બહાર મને રાખતી નથી - રે... ભૂલો મારી ગણતી નથી, કરવા શિક્ષા અચકાતી નથી, હૈયેથી મને વિસારતી નથી - રે... એક રૂપ તારા તો નથી, ઓળખી શકાતા નથી, મૂંઝવ્યા વિના રહેતા નથી - રે... તારા ગુણલાંની કોઈ કમી નથી, નામની કમી નથી, તોયે ભેદ એમાં તો નથી - રે... તને કોઈ સીમા નથી, સીમા તને બાંધી શક્તી નથી, પ્રેમ વિના તું બંધાતી નથી - રે.. તું છેતરાતી નથી, તું છેતરતી નથી, કોશિશો એવી તું ચાલવા દેતી નથી - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|