Hymn No. 3204 | Date: 18-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-18
1991-05-18
1991-05-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14193
આવી આવી નજરમાં, ક્ષિતિજમાં પાછી એ ઓગળી જાય છે
આવી આવી નજરમાં, ક્ષિતિજમાં પાછી એ ઓગળી જાય છે ક્ષિતિજમાંથી તો પાછું, નવું ને નવું તો આવી જાય છે સમાઈ ગઈ જે યાદો ક્ષિતિજમાં, યાદો નવી બહાર આવી જાય છે ન ધાર્યું, ના ચિંતવ્યું, એ ભી તો બહાર આવી જાય છે સમાયું છે શું, ને શું નથી સમાયું એમાં, ના એ તો કહી શકાય છે યુગો યુગોની સ્મૃતિ પણ, અકબંધ ત્યાં તો જળવાઈ જાય છે ગોતવો હશે ખુદનો પણ ભૂતકાળ, ત્યાંથી એ તો મળી જાય છે મિલન પ્રભુનું પણ, અચાનક ત્યાં તો થઈ જાય છે વિસ્મૃતિ ને યાદોનું મિલન ભી ત્યાં તો થઈ જાય છે નિવૃત્તિને પ્રવૃત્તિનું ભી છે મિલન, ત્યાં બંને તો સમાઈ જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi avi najaramam, kshitijamam paachhi e ogali jaay Chhe
kshitijamanthi to pachhum, navum ne navum to aavi jaay Chhe
samai gai per yado kshitijamam, yado navi Bahara aavi jaay Chhe
na dharyum, well chintavyum, e bhi to Bahara aavi jaay Chhe
samayum Chhe shum, ne shu nathi samayum emam, na e to kahi Shakaya Chhe
yugo yugoni smriti pana, akabandha Tyam to jalavai jaay Chhe
gotavo hashe khudano pan bhutakala, tyathi e to mali jaay Chhe
milana prabhu nu pana, achanaka Tyam to thai jaay Chhe
visnriti ne yadonum milana bhi tya to thai jaay che
nivrittine pravrittinum bhi che milana, tya banne to samai jaay che
|
|