અવદશા તો મારી થઈ ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
વિશ્વાસની રચનાને હચમચાવી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
સંબંધમાં તિરાડ ઊભી એ કરતી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
દૃષ્ટિમાં ફરક તો ઊભી એ કરતી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
અંતરમાં અંતરાય ઊભો એ કરી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
પ્રગતિમાં બાધક એ તો બની ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
રાત-દિન, ચિંતા ઊભી એ તો કરી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
સાચા-ખોટામાં પડદો એ તો પાડી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
નિર્મૂળ ના થાતાં, મૂળિયાં એ નાખતી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
અંતરના હાસ્યને એ હડપી ગઈ, શંકાને જ્યાં પાંખો ફૂટી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)