1991-06-23
1991-06-23
1991-06-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14239
પ્રગટે પ્રકાશ તો જ્યાં, અંધકાર ત્યાં તો નથી રહી શક્તો

સમાઈ ગયો જ્યાં હું તો તું માં, હું તું ને તું નથી કહી શક્તો
પ્રગટયો તો જ્યાં ધૂમાડો, અગ્નિની હાજરી વિના પ્રગટી નથી શક્તો
જન્મ્યું છે જ્યાં તન આ ધરતી પર, પ્રાણ વિના નથી રહી શક્તો
ઊછળે હૈયું જ્યાં વાત કરવા, વાત કર્યા વિના નથી એ રહી શક્તો
પકડે જોર જ્યાં વૃત્તિનું, એમાં તણાયા વિના નથી એ રહી શક્તો
મળ્યું છે જીવન જ્યાં આ જગતમાં, કર્મ કર્યા વિના નથી એ રહી શક્તો
મળી ગતિને દિશા જ્યાં સાચી, મંઝિલે પ્હોંચ્યા વિના નથી એ રહી શક્તો
શક્તિ ને સંકલ્પ વિના તો જીવનમાં, કાર્ય પૂરું કોઈ નથી કરી શક્તો
મનને, વૃત્તિને કાબૂમાં લીધા વિના, દર્શન પ્રભુના તો નથી કરી શક્તો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pragaṭē prakāśa tō jyāṁ, aṁdhakāra tyāṁ tō nathī rahī śaktō
samāī gayō jyāṁ huṁ tō tuṁ māṁ, huṁ tuṁ nē tuṁ nathī kahī śaktō
pragaṭayō tō jyāṁ dhūmāḍō, agninī hājarī vinā pragaṭī nathī śaktō
janmyuṁ chē jyāṁ tana ā dharatī para, prāṇa vinā nathī rahī śaktō
ūchalē haiyuṁ jyāṁ vāta karavā, vāta karyā vinā nathī ē rahī śaktō
pakaḍē jōra jyāṁ vr̥ttinuṁ, ēmāṁ taṇāyā vinā nathī ē rahī śaktō
malyuṁ chē jīvana jyāṁ ā jagatamāṁ, karma karyā vinā nathī ē rahī śaktō
malī gatinē diśā jyāṁ sācī, maṁjhilē phōṁcyā vinā nathī ē rahī śaktō
śakti nē saṁkalpa vinā tō jīvanamāṁ, kārya pūruṁ kōī nathī karī śaktō
mananē, vr̥ttinē kābūmāṁ līdhā vinā, darśana prabhunā tō nathī karī śaktō
|
|