Hymn No. 3267 | Date: 03-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-03
1991-07-03
1991-07-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14256
આવે છે જીવ, જગમાં તો એકલો, એ તો આવે ને જાય
આવે છે જીવ, જગમાં તો એકલો, એ તો આવે ને જાય માન્યું જગને જ્યાં ધામ પોતાનું, ગોટાળા ત્યાં ઊભા થાય ના કહી શકે જીવ, આવ્યો ક્યાંથી, જાશે ક્યાં ના કહી શકાય - માન્યું... અજાણ્યા એ તો જાણીતા બન્યા, જગમાં સહુને મળતો ને મળતો જાય - માન્યું... ના જીવ દેખાય, ના સમજાય, જીવ જીવની વાતો કરતો જાય - માન્યું... આવ્યો ભલે જગમાં એ એકલો, જગમાં સંગાથ ગોતતો જાય - માન્યું... રહે કરવા હૈયું ખાલી, વાતો હૈયાની જ્યાં હૈયામાં ના સમાય - માન્યું... હૈયું મન ને વિચારોથી બંધાઈ, ફરી ફરી જગમાં આવતો જાય - માન્યું... છે યાત્રા એની તો એકલી, એકલો એ તો આવે ને જાય - માન્યું... પ્રભુમાં પાછા સમાયા વિના, યાત્રા એની તો પૂરી ન થાય - માન્યું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aave che jiva, jag maa to ekalo, e to aave ne jaay
manyu jag ne jya dhaam potanum, gotala tya ubha thaay
na kahi shake jiva, aavyo kyanthi, jaashe kya na kahi shakaya - manyu ...
ajanya sahanya e to janita banya, malato jag maa ne malato jaay - manyu ...
na jiva dekhaya, na samajaya, jiva jivani vato karto jaay - manyu ...
aavyo bhale jag maa e ekalo, jag maa sangatha gotato jaay - manyu ...
rahe karva haiyu khali, vato haiyani jya haiya maa na samay - manyu ...
haiyu mann ne vicharothi bandhai, phari phari jag maa aavato jaay - manyu ...
che yatra eni to ekali, ekalo e to aave ne jaay - manyu ...
prabhu maa pachha samay vina, yatra eni to puri na thaay - manyu ...
|