જાઉં જ્યાં હું રે પ્રભુ, છે ત્યાં સાથે ને સાથે તું
વિચારો સાથે ઊડું તો જ્યાં હું, છે ત્યાં પણ સાથે તો તું
મન નાચે ને નાચે રે જગમાં, નાચે છે સાથે ને સાથે તો તું
રહું કે બનું અજાણ્યો જ્યાં હું, બને શાને અજાણ્યો રે તું
નથી અજાણ્યો તુજથી જ્યાં હું, રહેતો ના અજાણ્યો મુજથી રે તું
કરતો રહું કોશિશો જ્યાં હું, દૂર-દૂર રહે છે શાને રે તું
રહું ચેતનમાં તો જ્યાં હું, ચેતન તો છે તું ને તું
વિચારો ને બુદ્ધિમાં જ્યાં સરકું હું, દેખાયો છે એમાં તો તું
અલ્પ ને અલ્પ તો છું જ્યાં હું, વિશાળ ને વિશાળ છે તો તું
હું તો છું જ્યાં તું ને તું, બનાવ હવે તો હું ને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)