દિન પર દિન, રહી છે હાલત બગડતી જગની રે ભગવાન
સુધારવા એને, પડશે કરવું, નવસર્જન તારે, કાં લેવો પડશે તારે અવતાર
માનવ, હવે માનવ નથી રહ્યો, બનતો રહ્યો છે એ તો શેતાન
સત્યુગના ગુણો વિસરાયા, અવગુણોનાં તો પૂજન થાવા લાગ્યાં
સ્વસુખમાં રહ્યા છે સહુ રાચી, થાય ભલે જગમાં એમાં પરેશાન
દિલની મીઠાશ તો ઘટતી રહી, દિલમાં તો ખારાશ વધતી રહી
રાતદિન પેટ કાજે સહુ મથતા રહે, નાખી ના શકે પેટમાં કાંઈ, ભગવાન
લીલીછમ ધરતી ઘટતી રહી, રહ્યા છે બનતા સહુ ભોગી રે ભગવાન
ત્યાગને રહ્યા છે સહુ ત્યાગી, રહ્યા છે, રસકસવિહીન થઈ ગયા છે ભગવાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)