|
View Original |
|
જગમાં બધું તો સીધું ને સીધું તો હોતું નથી
વૃત્તિ ભી સહુની, સીધી ને સરળ તો હોતી નથી
મનડું સહુનું સીધું ને સરળ તો જરાયે હોતું નથી
ભાગ્ય માનવનું જગમાં તો સીધું ને સરળ હોતું નથી
જગમાં સંબંધો સહુના સીધા ને સરળ તો રહેતા નથી
આશાનિરાશાનાં ચઢાણ, જીવનમાં સીધાં ને સરળ હોતા નથી
જીવનપથની રાહો તો, સીધી ને સરળ તો હોતી નથી
અહંની ગાંઠો જીવનમાં તો સીધી ને સરળ હોતી નથી
ભાવોની ભરતી પર તરવું, સીધું ને સરળ હોતું નથી
નિષ્ફળતાની ખાઈ કરવી પાર, સીધી ને સરળ હોતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)