મણિમુક્તાનો મુગટ શોભે, શોભે રે માડી, એ તો મસ્તકે તારા
આંખ તારી ચમકે એવી રે માડી, ચમકે જાણે કોટિ ચંદ્ર-તારા
હોઠ તારા છે એવા લાલ ગુલાબી રે માડી, ચમકે જાણે રે પરવાળા
શોભે કાનમાં કુંડળ તારા રે માડી, શોભે જાણે જગના સિતારા
શોભે ગળે હીરા-મોતીની માળા, લાગો માડી આમે તમે રૂપાળાં
પહેર્યાં હાથમાં કંગન ને પહોંચી, જગદોલત શકે ના એને રે પહોંચી
કમરબંધ ને બાજુબંધ તારા રે શોભે, કહે છું તૈયાર કરવા કાર્ય અમારાં
રણકે પગનાં ઝાંઝર તો તારાં, સાંભળતાં થાય પાવન, કાન અમારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)