લઈ જશે તને ઊંચે ને ઊંચે, તને તારા તો શુદ્ધ વિચાર
બની જાતો ના જીવનમાં તું કદી, તારી વૃત્તિઓથી લાચાર
વૃત્તિઓ ને વિચારો ઉપર, રાખ સદા તું તારી લગામ
ના રાખી શક્યો જો તું કાબૂમાં, કરવી પડશે શાંતિને સલામ
શક્તિશાળી છે એના પ્રવાહો, જોજે જાતો ના એમાં તું તણાઈ
જઈશ જ્યાં એમાં તો તું તણાઈ, સાધી શકીશ ના તારી તું ભલાઈ
સૂના ને સૂના રહેશે, જીવનમાં તો, આચાર વિના તારા વિચાર
વિચારો ને આચારોનો મળે જ્યાં સાથ, આવશે ત્યાં જીવનમાં ફેરફાર
રાખજે ના ખાલી વિચારો ઉપર તો તું જીવનમાં આધાર
યત્નો વિના રહેશે વિચારો તો અધૂરા, રાખજે મનમાં આ વિચાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)