જેના હૈયે તો કોઈ હામ નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેનું મનડું તો ઠરીઠામ નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેના ચિત્તમાં તો પ્રભુનું સ્થાન નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેનું હૈયું પ્રભુભાવથી ભીંજાયું નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેનું લક્ષ્ય માયામાંથી હટ્યું નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેની વેરની વૃત્તિ તો શમી નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેને પ્રભુની સચ્ચાઈ સમજાઈ નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેને હૈયે પ્રભુનો રણકાર રણક્યો નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેનું હૈયું પરદુઃખે કોમળ બન્યું નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
જેના વિચારોમાં તો પ્રભુ વસ્યા નથી, એનું પ્રભુના ધામમાં કોઈ કામ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)