ઊતરશે રે જ્યાં તું, ઊંડો ને ઊંડો, તારા તો મનસાગરમાં
શકીશ તું મેળવી ત્યાં તો અવનવું, હતું ના જે તારા ધ્યાનમાં
છે સાગર જેવું એ ઊંડું, ઊતરતા ઊંડે, મળશે ખજાનો અણમોલ હાથમાં
જાશે કલ્પના તારી તો અટકી, જોઈશ ખજાનો સામે જ્યાં ખૂલતા
છે ગહેરાઈની ગલી અટપટી એની, થાશે વિશ્વાસે માર્ગ ત્યાં મોકળા
અનેક ક્ષણિક ચમકારા મળશે ત્યાં, જાતો ના તણાઈ તું એમાં
જોઈશ અજાણ્યાં બીજ ત્યાં તો તું, સચવાઈને ત્યાં તો પડેલાં
આવતા ઉપર જાશે એક દિન ઊગી, જાશે અચરજમાં તને તો નાખી
નિત-નવીનતાનો છે એ ખજાનો, રહેતો ના તું એનાથી અજાણ્યો
ખૂલ્યો જ્યાં તારાથી એ ખજાનો, જગખજાનો તું ભૂલી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)