અંદરના ને બહારના જગના તારા અવાજમાં
જોજે, તારા અંતરનો અવાજ અટવાઈ જાય ના
ઘુઘવતા સાગરના ઘુઘવાટમાં, સાદ પ્રભુનો સંભળાતો અટકી જાય ના
વહેતી પવનની લહેરીઓના સુસવાટમાં, સાદ પ્રભુનો સંભળાતો અટકી જાય ના
ખળખળ વહેતી નદીઓના ખળખળાટમાં, સાદ પ્રભુનો સંભળાતો અટકી જાય ના
વીજળીના ચમકારા ને ગડગડાટમાં, જોજે સાદ પ્રભુનો સંભળાતો અટકી જાય ના
જગમાં પંખીઓના કલરવમાં, જોજે સાદ પ્રભુનો સંભળાતો અટકી જાય ના
જીવનમાં બાળકોના કિલબિલાટમાં, જોજે સાદ પ્રભુનો સંભળાતો અટકી જાય ના
વહેતા ઝરણાના રણકારમાં, જોજે સંભળાતો સાદ પ્રભુનો, સંભળાતો અટકી જાય ના
ઝાડપાનની ડાળીના ખડખડાટમાં, જોજે સંભળાતો સાદ પ્રભુનો, સંભળાતો અટકી જાય ના
મંજુલ-મંજુલ આરતીના રણકારમાં, જોજે સંભળાતો સાદ પ્રભુનો, સંભળાતો અટકી જાય ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)