લીધા શ્વાસ અને છોડ્યા શ્વાસ, ખાલી એ તો કાંઈ જીવન નથી
મળ્યા જીવનમાં અને પડ્યા છૂટા, ખાલી એ તો કાંઈ જીવન નથી
કર્યા કેવા ને મૂક્યા આચરણમાં વિચાર, એના વિના જીવન ગણાતું નથી
ફરક પશુમાં ને માનવમાં અહીં દેખાય, ખાલી એ તો કાંઈ જીવન નથી
ખાવા-પીવામાં છે સહુ સમાન, ખાલી એ તો કાંઈ જીવન નથી
રહ્યા સહુ પશુવૃત્તિઓના દાસ, બનવું વૃત્તિના દાસ, એ તો કાંઈ જીવન નથી
વિતાવવું જીવન ઊંઘ ને આળસમાં, ખાલી એ તો કાંઈ જીવન નથી
રહીએ વિતાવતા સમય ઝઘડા ને વેરમાં, ખાલી એ તો કાંઈ જીવન નથી
દિવસો આમ ને આમ જો વીતતા જાય, એ તો કાંઈ જીવન નથી
કર્યાં ના જો જીવનમાં તો ધરમ ને ધ્યાન, એના વિના કાંઈ જીવન નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)