ખમીરવંતું જીવન જીવવું છે તો જીવનમાં, નિર્બળતાનાં આંસુ પીવાં નથી
અત્યાચારો વિકારોના સહેવા નથી, એની સામે તો ઝૂકવું નથી
લઈ નિર્ણયો પાકા તો જીવનમાં, કદી એમાં તો મારે ડગવું નથી
યત્નોમાં રહેવું છે સદા મંડ્યા, દયાની ભીખ તો ખપતી નથી
સહનશીલતામાં નથી પાછા પડવું, જીવનમાં સામના વિના શોભા નથી
ખુદ પરનો કાબૂ તો ખોવો નથી, લેવા અન્યને કાબૂમાં તો મથવું નથી
રહેવું છે જીવનપથ પર ચાલતા ને ચાલતા, અધવચ્ચે તો અટકવું નથી
સફળતા-નિષ્ફળતાથી નથી આંકવી રાહને, સાચા યત્નો વિના આંકવી નથી
પ્રભુ ક્યાં છે એ કાંઈ જાણવું નથી, એને મેળવ્યા વિના જગમાં રહેવું નથી
શ્રદ્ધામાંથી તો જીવનમાં હટવું નથી, અન્યાય સામે તો કદી ઝૂકવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)