લાગશે સદા તને ને તને રે કામ, રહ્યું છે જે, તારી ને તારી અંદર
પડશે તારે ને તારે રે શોધવું તો એને, છે શું, તારી ને તારી અંદર
આવી ના શકશે કોઈ, તારી તો સાથે, તારી ને તારી તો અંદર
પડ્યાં છે અણમોલ રત્નો તો ત્યાં, મળશે તને તો, તારી ને તારી અંદર
રહેતો ના અજાણ તું, કાઢજે શોધી એને તું, ઊતરી, તારી ને તારી અંદર
મળશે ભર્યું-ભર્યું, રહ્યું છે બધું તો તને, છે જે તારી ને તારી અંદર
અજાણ અને અજ્ઞાન છે ભલે તો તું, છે શું તારી ને તારી અંદર
રહેતો ના હવે અજ્ઞાન તો તું, લેજે શોધી, છે શું તારી ને તારી અંદર
રહ્યું છે એ તો છૂપું, કાઢજે ગોતીને બધું, છે શું તારી ને તારી અંદર
પડશે ના જરૂર તો તને રે અન્યની, મળશે જ્યાં બધું, તને તારી ને તારી અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)