રહ્યો તું મનથી ફરતો ને ફરતો, ના સ્થિર એમાં તો રહ્યો છે
ફરિયાદમાં ના સ્થિર તો રહ્યો, રોજ બદલતો એને રહ્યો છે
રાખ્યા ના ભાવ સ્થિર તેં તો, રોજ એને તો બદલતો રહ્યો છે
ઇચ્છાઓ જાગી ને જગાવી નિતનવી, રોજ એને બદલતો રહ્યો છે
વિચારોમાં રહ્યો છે ફરતો ને ફરતો, રોજ એને બદલતો રહ્યો છે
રહ્યો તું વચનોમાં તો ફરતો ને ફરતો, ફરતો એમાં તો રહ્યો છે
ના વૃત્તિઓમાં તો સ્થિર રહી શક્યો, એમાં તો તું ફરતો રહ્યો છે
જાગી એક યાદ તો આજે, બીજી કાલે, રોજ યાદો તો બદલતો રહ્યો છે
જાગી જરૂરિયાત એક આજે, બીજી કાલે, જરૂરિયાત રોજ બદલતો રહ્યો છે
આવી-આવીને જાય પાછો રે પ્રભુ, જ્યાં અસ્થિર ને અસ્થિર તું તો રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)