પાપ પુણ્યના તેજ તિમિરે, જીવન સફર હું ખેડતોને ખેડતો જાઉં છું
ઇચ્છાઓને મનના લઈને હલેસાં, જીવન નાવડી સંસાર સાગરમાં હંકારતો જાઉં છું
બની ગઈ જીવન તો કર્મની રે કહાની, નજર સામે એને રાખતો હું તો જાઉં છું
લોભલાલચના મોજાઓમાં રહી છે ઊછળતી નાવડી, વિશ્વાસે સ્થિર એને કરતો હું જાઉં છું
મળ્યા મને જે સાથે એમાં સાથ સંગાથી, એની સાથેને સાથે ચાલ્યો હું જાઉં છું
ભાવોને લાગણીઓનું જળ એમાં ઉમેરાતું જાય છે, પી પીને સફર ખેડતો જાઉં છું
ક્રોધ અને ઇર્ષ્યાના તોફાની વાયરા, નાવડી છેડછાડ કરતાને કરતા જાય છે
વેરને દુર્ભાવોના મઘરો નિત્ય પાછળને પાછળ પડતા જાય છે, સફર ખેડતો જાઉં છું
દુર્ગુણોરૂપી વમળો નાવડીને સાગરમાં, ચકરાવે ને ચકરાવે ચડાવતી જાય છે
આવા વિપરીત સંજોગોના સાથમાં, નાવડી ચલાવી સફર ખેડતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)