Hymn No. 3421 | Date: 27-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-27
1991-09-27
1991-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14410
રહી જાય છે રહી જાય છે જીવનમાં, જગમાં ઘણું ઘણું રહી જાય છે
રહી જાય છે રહી જાય છે જીવનમાં, જગમાં ઘણું ઘણું રહી જાય છે મળી જાય ભલે મંઝિલ જીવનમાં, રસ્તા અહીંના અહીં રહી જાય છે સૂર્યકિરણો પ્હોંચે ભલે ધરતી પર, સૂર્ય ત્યાંનો ત્યાં રહી જાય છે પર્વત પરથી સાગરમાં ભળે સરિતા, પર્વત ત્યાંનો ત્યાં રહી જાય છે રહે મન ફરતું ને ફરતું તો જગમાં, તન તો ત્યાંને ત્યાં રહી જાય છે કરો ભેગું જગમાં તો ઘણું, જગનું તો જગમાં રહી જાય છે કર્યાં કર્મો જેવાં રે જગમાં, જગમાં નામ એવું રહી જાય છે બંધાયને છૂટે સંબંધો જીવનમાં, સંબંધો જગમાંને જગમાં રહી જાય છે જાગે ઇચ્છાઓ ઘણી ઘણી જીવનમાં, અધૂરી ઘણી બધી રહી જાય છે વીતાવ્યું જીવન જગમાં જ્યાં માયામાં, મુક્તિ ત્યાંની ત્યાં રહી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi jaay che rahi jaay che jivanamam, jag maa ghanu ghanum rahi jaay che
mali jaay bhale manjhil jivanamam, rasta ahinna ahi rahi jaay che
suryakirano phonche bhale dharati paryam, surya tyanno paar jathi sagaryam para, pary tyanno
tya tyam rahari jam, tyanno tyvhe sagari jam, surya tyanno tya rahari
rahe mann phartu ne phartu to jagamam, tana to tyanne tya rahi jaay che
karo bhegu jag maa to ghanum, jaganum to jag maa rahi jaay che
karya karmo jevam re jagamam, jag maa naam evu rahi jaay jh
che bandh
chase ichchhao ghani ghani jivanamam, adhuri ghani badhi rahi jaay che
vitavyum jivan jag maa jya mayamam, mukti tyanni tya rahi jaay che
|
|