Hymn No. 3437 | Date: 04-Oct-1991
|
|
Text Size |
 |
 |
ક્ષણિક ભક્તિ ને ક્ષણિક વેરાગ્ય, દેશે ક્ષણિક સુખ મુક્તિનું, બીજું તને એ દેશે શું નિરંતર ભક્તિ ને, નિરંતર વેરાગ્ય, જીવનમાં મુક્તિ વિના બીજું એ આપશે શું ક્ષણિક જ્ઞાન ને, ક્ષણિક ધ્યાન, ક્ષણિક મુક્તિ આનંદ, બીજું એ તને દેશે શું નિરંતર નિર્મળ જ્ઞાન ને, નિર્મળ ધ્યાન, મુક્તિ વિના જીવનમાં, બીજું એ દેશે રે શું ક્ષણિક પ્રેમ ને, ક્ષણિક ભાવ, ક્ષણિક આનંદ વિના જીવનમાં, બીજું એ દેશે રે શું નિરંતર નિર્મળ પ્રેમનો નિર્મળ ભાવ, મુક્તિ વિના જીવનમાં, બીજું એ દેશે રે શું નિર્મળ અંતઃકરણ ને નિર્મળ મન, મનની સ્થિરતા વિના જીવનમાં, બીજું એ દેશે રે શું પામ્યા સ્થિરતા મન ને ચિત્તની, જીવનમાં મુક્તિ વિના બીજું એ લાવશે રે શું ષડ્રિપુના અટક્યા જ્યાં જીવનમાં તો નાચ, આનંદ વિના બીજું એ દેશે રે શું રહ્યા જ્યાં કાબૂ એના પર જીવનમાં આવતા, મુક્તિ વિના બીજું એ દેશે રે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|