આવ્યા ને ગયા જગમાંથી, ખાધું ને પીધું, જીવન એમ જીવી રહ્યા છે
સહુ જીવનમાં, વૃત્તિના નાચમાં તો નાચી રહ્યા છે (2)
અહંમાં તો ઊછળી, ખાઈ માર, નમ્ર બની, જીવન તો જીવી રહ્યા છે - સહુ...
કરી મારું-મારું, કરી જીવનમાં ભેગું, કદી ગુમાવી, જીવન જીવી રહ્યા છે - સહુ...
નથી તો જેવા, સમજી એવા, સમજીને જગને તો સમજાવી રહ્યા છે - સહુ...
કરે ના દૂર ખામીઓ જીવનમાં, ખામીઓને જીવનમાં ઢાંકી તો રહ્યા છે - સહુ...
રચી વૃત્તિની આસપાસ કિલ્લા, ના પોતે એને તોડી તો શક્યા છે - સહુ...
આંખ મીંચી સુખની દોડમાં દોડી, જીવનમાં રસ્તા સાચા ભૂલી જવાયા છે - સહુ...
છે બધું તારી અંદર, ભૂલીને એને, બહાર ને બહાર એને ગોતી રહ્યા છે - સહુ...
આવ્યા કરવા શું જગમાં, કરી શું રહ્યા, ના નજરમાં એ રાખી રહ્યા છે – સહુ…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)