Hymn No. 3441 | Date: 06-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-06
1991-10-06
1991-10-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14430
હે મંગલમય માતા, મુજ હૈયે, મંગલ ભાવો ભરી દેજે
હે મંગલમય માતા, મુજ હૈયે, મંગલ ભાવો ભરી દેજે જાગે ઘર્ષણ હૈયે તો જ્યારે જ્યારે, ઘા એના ત્યારે રૂઝવી દેજો - હે ... જીવનપથ પર રહ્યો છું ચાલતો, ના થાક એનો તો ચડવા દેજો - હે... જાગે શંકાઓ હૈયે તો જ્યારે, નિવારણ એનું ત્યારે કરી દેજો - હે... જાગે વેરજ્વાળા હૈયે કોઈ કારણે, તારી કરુણાથી એને બુઝાવી દેજો - હે... મારું તારુંમાં સદા હું રાચ્યો, મુંજ હૈયેથી મારું તારું મીટાવી દેજો - હે... સ્વરૂપે સ્વરૂપે રહી છે તું વ્યાપી, દર્શન તારા એમાં મને કરવા દેજો - હે... આવે આફતો જીવનમાં જ્યારે, કરવા સામનો, શક્તિ મુજમાં ભરી દેજો - હે... છે તું તો નિત્ય સુખની દાતા, મુજ જીવન સુખમય તો બનાવી દેજો - હે... છે સદા તમે તું જાગૃત, રાખી નજર મુજ પર, સદ્મય બનાવી દેજો - હે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he mangalamaya mata, mujh haiye, mangala bhavo bhari deje jaage
gharshana haiye to jyare jyare, gha ena tyare rujavi dejo - he ...
jivanpath paar rahyo chu chalato, na thaak eno to chadava dejo - he ...
jaage shankao haiye to jyare , nivarana enu tyare kari dejo - he ...
chase verajvala haiye koi karane, taari karunathi ene bujhavi dejo - he ...
maaru tarummam saad hu rachyo, munja haiyethi maaru taaru mitavi dejo - he ...
svarupe svarupe rahi che tu vyapi , darshan taara ema mane karva dejo - he ...
aave aaphato jivanamam jyare, karva samano, shakti mujamam bhari dejo - he ...
che tu to nitya sukhani data, mujh jivan sukhamaya to banavi dejo - he ...
che saad tame tu jagrita, rakhi najar mujh para, sadmaya banavi dejo - he ...
|