માંગતો નથી પરિચય હું તો તારો, મળી ગયો વાતોમાંથી તો તારો
અરે ઓ મતલબી, અરે ઓ મતલબી, અરે ઓ મતલબી
રાખી નથી શકી છૂપું નજર તો જ્યાં તારી, દઈ ગઈ પરિચય એ તો તારો
હાવભાવ તારા દઈ રહ્યાં છે સાક્ષી, દઈ ગયા પરિચય એ તો તારા
આંખોના ખૂણેખૂણા, દઈ રહ્યાં છે ઇશારા તો જ્યાં તારા પરિચયના
આંસુઓના બુંદે બુંદમાંથી, વહે છે દુર્ગંધ તારા મતલબની, છે પરિચય એ તારા
રહે છે વાત તારી, તારા મતલબની આસપાસ, ને એટકે છે એની આસપાસ તારી
મતલબની તો છે આ દુનિયા, છે આ દુનિયા તો મતલબની
મતલબ વિના નથી કોઈ ડગલું તારું, પગલે પગલે ઝરે છે મતલબનું બિંદુ
મતલબ વિના કરે ના તું કાંઈ, મતલબ વિનાનું, ગણે તું બધું નકામું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)