પહોંચી ચરમ લક્ષ્ય પર, બીજા લક્ષ્ય પર પહોંચવાનું રહેતું નથી
મુક્ત બનતાં સર્વ બંધનોથી, મુક્તિ બીજી તો રહેતી નથી
છૂટતાં ને તૂટતાં સર્વ બંધનો, બંધનોનાં બંધન તો રહેતાં નથી
આત્મા પરમાત્મામાં જ્યાં મળે, આત્મા આત્મામાં તો રહેતો નથી
ઊછળી મોજાં સમાય સમુદ્રમાં, એનાં એ તો એ રહેતાં નથી
રોગનાં લક્ષણો ને રોગ દૂર થાતાં, રોગ એ રોગ તો રહેતો નથી
વિરાટમાં તો સર્વ સમાયે, ના સમાયે તો વિરાટ એ રહેતો નથી
આત્મા વિનાનું તો શરીર, શરીર એ તો રહેતું નથી
આત્માના જ્ઞાનમાં, જ્ઞાન બધાં સમાયે, એના જ્ઞાન વિના જ્ઞાન પૂરું ગણાતું નથી
જીવનમાં તો પ્રભુના સ્થાન વિના, બીજું સ્થાન તો શોભતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)