યાદ આવે ને જાગે કોઈની જ્યાં દિલથી, જાશે યાદ એની પાસે તો પહોંચી
કરજે ને જગાવજે યાદ પ્રભુની તો દિલથી, જાશે એની પાસે એ તો પહોંચી
કરતા તો યાદ કોઈની રે દિલથી, નજર સામે જાગશે મૂર્તિ તો એની
કરજે યાદ પ્રભુને તો દિલથી, દેખાશે યાદમાં સૂરત તો એની
ભૂલશે અને ભુલાશે યાદ ત્યાં તો અન્યની ને ખુદની
કરજે યાદ પ્રભુની તો એવી, હટે ના યાદ કદી એની તો દિલથી
થાતાં તન્મય તો એની યાદમાં, રહસ્ય દેશે પ્રભુ એનું ખોલી
ખૂલ્યું જ્યાં દિલ તો પ્રભુનું, પડશે ના જરૂર તો કોઈની
રહેશે ના ત્યાં ખુદ કે કોઈ, હશે હસ્તી ખાલી તો પ્રભુની
યાદે-યાદે જાશે જ્યાં ડૂબી, મળશે દયા સદા ત્યાં તો પ્રભુની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)