1989-10-13
1989-10-13
1989-10-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14535
રહ્યો નથી સંતોષ જીવનમાં તને, જગતપિતાએ જીવનમાં તને જે દીધું

રહેશે સંતોષ તને જીવનમાં તો ક્યાંથી, મેળવીને રે માનવ પાસેથી
શાસ્ત્રો ને સંતોની વાણીમાં, વિશ્વાસ તો જ્યાં જાગ્યો નથી
પ્રવચને-પ્રવચને રહેશે ફરતો, રહેશે વંચિત તો સદા જ્ઞાનથી
નીકળશે બહાદુરીનું માપ તો ક્યાંથી, સંજોગ જ્યાં એવો જાગ્યો નથી
ટકરાતાં પગલાં જો પાછાં પડે, અર્થ નથી એવી બહાદુરીનો
પિત્તળ ને સોનું બંને ચમકે, ચડતાં કસોટીએ પરખ થાય એની
કરશે ઝવેરી પરખ એની, કરશે પરખ બીજાઓ તો ક્યાંથી
તરસ્યો જીવ તો ખુશ ના થાશે, ભર્યા સાગરના જળથી
એક બુંદ ભી મળે મીઠા સરોવરનું, છિપાશે પ્યાસ એનાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō nathī saṁtōṣa jīvanamāṁ tanē, jagatapitāē jīvanamāṁ tanē jē dīdhuṁ
rahēśē saṁtōṣa tanē jīvanamāṁ tō kyāṁthī, mēlavīnē rē mānava pāsēthī
śāstrō nē saṁtōnī vāṇīmāṁ, viśvāsa tō jyāṁ jāgyō nathī
pravacanē-pravacanē rahēśē pharatō, rahēśē vaṁcita tō sadā jñānathī
nīkalaśē bahādurīnuṁ māpa tō kyāṁthī, saṁjōga jyāṁ ēvō jāgyō nathī
ṭakarātāṁ pagalāṁ jō pāchāṁ paḍē, artha nathī ēvī bahādurīnō
pittala nē sōnuṁ baṁnē camakē, caḍatāṁ kasōṭīē parakha thāya ēnī
karaśē jhavērī parakha ēnī, karaśē parakha bījāō tō kyāṁthī
tarasyō jīva tō khuśa nā thāśē, bharyā sāgaranā jalathī
ēka buṁda bhī malē mīṭhā sarōvaranuṁ, chipāśē pyāsa ēnāthī
|
|