એક મીઠું સંભારણું રે, જીવનમાં સદા રહે હૈયે છવાઈ રે
એક કડવો અનુભવ રે, રહે હૈયે તો સદા ભોંકાઈ રે
એક પુણ્યની યાદ તો રે, જીવનમાં શક્તિ તો દઈ જાયે રે
એક પાપનું સંભારણું રે, હૈયું ધીરે-ધીરે કોરી ખાયે રે
એક નિર્મળ હાસ્ય રે, કદી જીવનમાં ના વીસરાયે રે
એક કરુણાભરી મૂર્તિ રે, નજર બહાર કદી ના હટે રે
એક પ્રેમનું તો બિંદુ રે, તાજગી જીવનને દઈ જાયે રે
એક સાથ સાચા સાથીનો રે, બળ હિંમતનું પૂરું પાડી જાયે રે
એક દર્દભરી વિનંતી રે, હૈયાની આરપાર નીકળી જાયે રે
એક સુખદ સપનું રે, વારંવાર યાદ એ તો આવી જાયે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)