બાળક બનીને બેસ તું, આજે ‘મા’ ની તો સામે
નજર તારી દે તું મેળવી, નજર તો ‘મા’ ની સાથે
શેતાન લાલસા તો, તારી નજરમાં જ્યાં સળવળી રહી છે
નજર તારી ના છુપાવી શકશે, નજર તારી એ કહી દે છે
રચી રહ્યો છે અસુર લોભનો, તાંડવ તો તારા હૈયામાં
નજર તારી તો વાત એ તો કહી દે છે
પકડી રહ્યો છે ભસ્માસુર વેરનો તો તારા હૈયામાં
નજર તારી, એ વાતનું સમર્થન તો કરી દે છે
ઘર કરી ગયો છે અહં તણો શુંભ તો તારા હૈયામાં
નજર તારી તો, ના એને છુપાવી શકે છે
કામક્રોધના ચંડ-મુંડ વસ્યા છે જ્યાં હૈયામાં તારા
તારી નજરમાં તો એ કદી ન કદી, દેખા તો દઈ દે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)