લેવામાં જે લાયક રહે, ભોગ ભોગવવામાં રાખે કચાશ
વાણી-વર્તનમાં નરમાશ રહે, ફેલાયે ત્યાં હૈયે પ્રભુનો પ્રકાશ
અન્યને તો પોતાના કરે, રાખે ક્ષમા હૈયાની તો પાસ
અપમાનથી અળગા રહે, ફેલાયે ત્યાં હૈયે પ્રભુનો પ્રકાશ
દુઃખદર્દ અન્યનું દૂર કરે, રાખે ભક્તિમાં ના કચાશ
સહુમાં તો પ્રભુને જુએ, ફેલાયે ત્યાં હૈયે પ્રભુનો પ્રકાશ
અંતર ને હૈયું જેનું સારું રહે, કરે વેર ને ઈર્ષ્યાનો તો નાશ
પ્રેમથી જગમાં સહુને નિહાળે, ફેલાયે ત્યાં હૈયે પ્રભુનો પ્રકાશ
સત્યની ઉપાસના જે નિત્ય કરે, દે હિંસાને તો હૈયેથી વનવાસ
નિર્મળતા દૃષ્ટિમાં ભરી-ભરી રહે, ફેલાયે ત્યાં હૈયે પ્રભુનો પ્રકાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)