કરીને ભેગો રે કચરો, કરીને ઢગલો એનો, વળશે એમાં તારું શું
રહી વેરતો જાશે કચરો જો સદા, કરીને સાફ, સાફ રહેશે તો કેટલું
કરીશ નહીં જો સાફ, થાશે એ ભેગો, જાશે વધતો એ કેટલું
આવશે દમ નાકે તો કરતાં સાફ, રહેશે જો વધતો ને વધતો જો એ શું
કદી વાળીને પડશે કરવો સાફ એને, ઝાડીને પડશે કરવો સાફ, એને શું
પડશે કદી એને તો બાળવો, પડશે સાફ રાખ એની કરવી, એનું રે શું
જાશે જો વધતો કચરો, ફેલાશે તો દુર્ગંધ એની, એનું રે શું
વાળ્યો કચરો તો રહેઠાણનો, રાખ્યો કચરો તો અંતરમાં, એનું શું
લીધી કાળજી સાફ કરવા શેરી, આગળ ના કર્યું હૈયું સાફ, એનું શું
ના લીધી એટલી કાળજી, કરવા મનડું, બુદ્ધિ ને સાફ, તેનું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)