પડતાં પડતાં, ગઈ છે પડી આદત તો જીવનમાં પડવાની, ગઈ આદત ભુલાઈ ઊભા રહેવાની
આધાર વિના રહી ના શક્યા સ્થિર જીવનમાં, પડી ગઈ આદત તો એમાં પડવાની
કરવી નથી ચિંતા, રહ્યાં કરતાં જીવનમાં સદા, ગઈ છે પડી આદત તોયે ચિંતામાં પડવાની
રહ્યાં નથી વિચાર વિના કોઈ તો જગમાં, છૂટી નથી આદત તો કોઈ વિચારમાં પડવાની
સુખમાં પડવું છે સહુએ તો જીવનમાં, કરે છે કોશિશો સદા, જીવનમાં દુઃખમાં પડવાની
કરતાને કરતા સામનો જીવનમાં, પડી ગયા ધીમા જીવનમાં, પડી ગઈ આદત તો ધીમા પડવાની
પાડીએ છીએ આદત ઘણી ઘણી, પડી નથી આદત હજી જીવનની, આથી સમજમાં પડવાની
કરતા નથી કાર્યો એવાં જીવનમાં, બને જીવન ઊજળું, પડી ગઈ છે આદત નીચા પડવાની
તણાતાને તણાતા રહ્યાં લોભલાલચમાં જીવનમાં, પડી ગઈ આદત હવે તો એમાં પડવાની
પડતાને પડતા રહ્યાં છે સહુ જીવનમાં, સહુએ પડવાનું છે જ્યાં, પડતા ગયા ત્યાં, પાડી ના આદત પ્રભુપ્રેમમાં પડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)