કોઈ અગ્નિ બાળી જાશે, કોઈ પાવન તો કરી રે જાશે
જ્ઞાનની પાવક જ્વાળા, પાપને જ્યાં અડકી જાશે, એને બાળી જાશે
કામનો અગ્નિ પ્રગટશે હૈયે, જીવન ભસ્મીભૂત કરી એ તો જાશે
પ્રેમનો પુનિત અગ્નિ હૈયે પ્રગટી જાશે, પાપને એ તો બાળી જાશે
ક્રોધનો અગ્નિ પ્રગટે જ્યાં મનમાં, શાંતિ એ તો બાળી રે જાશે
ભાવનો અગ્નિ જાગ્યો જ્યાં હૈયે, પાપને એ તો બાળી રે જાશે
લોભનો અગ્નિ જ્યાં અડક્યો હૈયે, જીવનને નષ્ટ એ તો કરી રે જાશે
ભાવ, પ્રેમનો ભાવ છે પતિતપાવની જગમાં, પાવન એ તો કરી રે જાશે
શંકાનો અગ્નિ વ્યાપ્યો જ્યાં હૈયે, ક્યાંયનો ના એ તો રહેવા દેશે
પશ્ચાત્તાપનો અગ્નિ પ્રગટશે જ્યાં હૈયે, જીવન ધન્ય એ બનાવી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)