નટખટ બનીને ઊભી છે તું સામે ને સામે, મારી રે માડી
કાઢ એક વાર ફુરસદ તું એવી, મારી સામે તો જોવાની
લીન બની છે યાદમાં તું તો જગની, લાવજે યાદ એક વાર મારી
રાખું તને દૃષ્ટિમાં તો મારી સદા, રાખજે દૃષ્ટિમાં મને સદા તારી
કરાવે કર્મો અણઘડ એવાં મારી પાસે, છે તું તો સર્વે કર્મોને જાણનારી
છે દૂષિત કંઈક ભાવો મારા, છે તું તો સર્વ ભાવો સરજનારી
કરું માંડ શાંત જ્યાં, દુર્ગુણ મારા, છે રૂપે-રૂપે તો તું લલચાવનારી
સમજીએ ના સમજીએ, જાણે બધું સમજીને, છે તું તો અમને જ્ઞાનમાં ગોથાં ખવરાવનારી
નચાવે નાચ અમને એવા, છે સ્થિર તું તો, દેખાયે અમને તો નાચતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)