ના ખ્યાલ હતો આ તો મનમાં, હતી તલાશ તો જેની જીવનમાં
હશે રહ્યો છુપાઈ એ તો મુજમાં
રાખ્યો ફરતો તો વિચારમાં, ડુબાડી રાખ્યો સદા માયામાં
રહ્યો સદા એ તો એની આ ચાલમાં
કદી સંભળાવે એ તો કાનમાં, દઈ દે અણસાર એ તો હૈયામાં
આવે ના તોય એ તો દૃષ્ટિમાં
તેજરૂપ રહી રહ્યો એ તેજમાં, છુપાયો અંધારે એ તો અંધકારમાં
રહ્યો વ્યાપી તોય એ તો રોમેરોમમાં
સુખે દેખાયો એ તો સુખમાં, દુઃખે દેખાયો એ તો દુઃખમાં
હતો એ તો નિર્લેપ, રહ્યો નિરાકારમાં
ફેલાઈ રહ્યો એ આનંદમાં, વ્યક્ત થાતો રહ્યો એ પ્રેમમાં ને ભાવમાં
હતો રહ્યો એ તો છુપાઈ તો મુજમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)