આંસુઓ તો જીવનમાં રહ્યાં, વહેતાં ને વહેતાં
ગોત્યાં પશ્ચાત્તાપનાં આંસુ તો એમાં, એ તો ના જડ્યાં
વેદના ને વ્યથામાં, જીવનમાં આંસુ તો સરતાં રહ્યાં
નિરાશાએ-નિરાશાએ જીવનમાં, એ તો વહેતાં ગયાં
સહનશીલતાની સીમાઓ જ્યાં તૂટી, એ તો વહી રહ્યાં
અપમાને જ્યાં મજબૂર બન્યા, ત્યાં તો એ વ્હેતા થયાં
દુઃખીનાં દુઃખ ના જોઈ શક્યા, ત્યાં તો એ વહી ગયાં
શરમે ઝૂકી ગયા જ્યાં માગણીમાં, શરમે એ તો વહી ગયાં
વિયોગ પડ્યા જીવનમાં, ત્યારે વિરહનાં આંસુ વહી ગયાં
ધ્યેયમાં જ્યાં ખૂટી શક્તિ, અશક્તિનાં આંસુ વહી ગયાં
થયો મેળાપ જ્યાં દિલનો દિલથી, હર્ષનાં આંસુ વહી ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)