આજનું છાપું કાલ જૂનું ગણાશે, અંતે એ રદ્દીમાં ફેંકાશે
આજનું તન ભી તો જૂનું થાશે, એને પાછું ધરતીને સોંપાશે
મિથ્યા વાણી ના સંઘરાશે, કાળના ગર્ભમાં એ ખોવાઈ જાશે
અમૃતમય વાણી વહેતી રહેશે, નવજીવન તો એ દેતી રે રહેશે
પ્રેમનાં બિંદુ જ્યાં ઊછળતાં જાશે, અલગતા ના એ તો સહી શકશે
ઊછળ્યું મોજું, એ જૂનું રે થાશે, સ્થાન એનું, નવું લેતું રે જાશે
દિનના દિન એમ વીતતા રે જાશે, ચણતર કાળનું એના પર ઘડાશે
દાનવ-માનવની કહાની લખાતી રે જાશે, સહુ એક જ ધરતીમાં પોઢી જાશે
આજનો યુગ, આજ નવો ગણાશે, કાલે ગણના એની જૂનામાં થાશે
પ્રભુ તો સદા નવા ને નવા રહેશે, જૂના ના એ તો કદીયે થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)